મોતિયાનું ઓપરેશન ટૂંકું અને સલામત છે. સારી તૈયારીથી ઝડપથી સાજા થવાય છે.
ઓપરેશન પહેલાં
- ડૉક્ટર કહે તે તપાસ અને રિપોર્ટ (બ્લડ સુગર, બ્લડ પ્રેશર અને આંખનું માપ) માટે આવો.
- તમારી બધી દવાઓ, ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે લોહી પાતળું કરવાની દવા વિશે ડૉક્ટરને જણાવો.
- બ્લડ સુગર અને બ્લડ પ્રેશર કાબૂમાં રાખો. તે વધારે હોય તો ઓપરેશન મુલતવી રહી શકે.
- આપેલાં ટીપાં સલાહ મુજબ જ નાખો.
ઓપરેશનના દિવસે
- નાહીને ચહેરો અને વાળ ધોઈ લો. આંખની આસપાસ કાજલ, તેલ કે ક્રીમ ન લગાવો.
- ડૉક્ટરે ના કહી હોય તો રોજની દવા લેવી.
- ભૂખ્યા પેટે આવવાનું ન કહ્યું હોય તો હળવો ખોરાક લેવો.
- કેસ પેપર, રિપોર્ટ, દવાઓ અને પરિવારના એક સભ્યને સાથે લાવો.
- ઢીલાં અને આરામદાયક કપડાં પહેરો.
