ઇમરજન્સી: 94089 39982 આજે આંખની ઓપીડી: સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સમયપત્રક

મેનુ

ગોપનીયતા નીતિ

તમે આપેલી માહિતીનો અમે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ તમારી ગોપનીયતાનું સન્માન કરે છે. આ પેજ જણાવે છે કે આ વેબસાઇટ દ્વારા અમે કઈ માહિતી લઈએ છીએ અને તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ.

અમે કઈ માહિતી લઈએ છીએ

જ્યારે તમે ફોર્મ (સંપર્ક, એપોઇન્ટમેન્ટ, નેત્ર કેમ્પ નોંધણી કે દાનની વિગતો) મોકલો છો ત્યારે તમે લખેલી વિગતો સાચવીએ છીએ: તમારું નામ, મોબાઇલ નંબર અને આપો તો ઇમેઇલ, ગામ કે શહેર, સરનામું, PAN અને સંદેશ.

અમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ

  • તમને જવાબ આપવા, એપોઇન્ટમેન્ટ અને કેમ્પ નોંધણી નક્કી કરવા.
  • દાનની રસીદ મોકલવા (PAN ફક્ત 80G રસીદ માટે વપરાય છે).

અમે તમારી માહિતી ક્યારેય વેચતા નથી કે જાહેરાત માટે કોઈને આપતા નથી.

કૂકી અને આંકડા

ફોર્મ સુરક્ષિત રાખવા વેબસાઇટ નાની કૂકી વાપરે છે. ચાલુ હોય તો Google Analytics અને Facebook Pixel મુલાકાતો નામ વગર ગણે છે.

તમારી પસંદગી

તમારી વિગતો જોવા, સુધારવા કે કાઢી નાખવા માટે આ પેજની નીચે આપેલી સંપર્ક વિગતો પર ફોન કે ઇમેઇલ કરો.